રાજુલામાં યુવતીનું અપહરણ કરી યુવક ભાગી જતા ઘેરા પ્રત્યાઘાતો : ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

રાજુલા,
અમરેલી જિલ્લામાં ગઈ કાલે એક યુવક યુવતીને ભગાડી જતા સમગ્ર શહેર અને રાજુલા તાલુકામાં ભારે ઘેરાપ્રત્યાઘાતો પડતા સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ઘટનાને લઈ હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો મોડી રાતે અમરેલી એસપી હિમકર સિંહના સીધા સુપરવિઝન હેઠળ ડી.વાય.એસ.પી.હરેશ વોરાના નેતૃત્વ હેઠળ રાજુલા પી.આઇ.આઈ.જે.ગીડા સહિતની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અપહરણ કર્તા યુવકને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી કેટલાક મહત્વના પોઇન્ટ ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા મોડી રાતેજ ગણતરીના કલાકોમાં આ યુવકને બાબરા વિસ્તાર માંથી પોલીસ દ્વારા દબોસી લીધો અને ભોગબનનાર યુવતીને પોલીસએ પરિવારજનોને સોંપી દીધી હતી જેના કારણે સમગ્ર મામલો શાંત પડ્યો હતો જોકે પોલીસએ આ ઘટનાની ગંભીરતા દાખવી કાયડો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવાયો હતો આસપાસના પોલીસ સ્ટેશનની મદદ લેવાય હતી. ડી.વાય.એસ.પી.રાજુલા કેમ્પ રાખી સતત મોનીટરીંગ કરી રહ્યા હતા. આ ઘટનામાં ડી.વાય.એસ.પી.હરેશ વોરા તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશન પોહચી અલગ અલગ ટીમો રવાના કરી દીધી હતી અને આરોપી સુધી પોહચવા મટે ટેક્નિકલ સર્વેલન્સ ટીમોની પણ મદદ લેવાય હતી રાજુલા પી.આઈ.આઈ.જે.ગીડાની ટીમ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીનું આજે મેડિકલ ચેકપ કરાશે અને આરોપીની પોલીસ દ્વારા પૂછ પરછ હાથ ધરાશે. ડી.વાય.એસ.પી.હરેશ વોરાએ કહ્યું સમીર નામનો યુવક યુવતીને ભગાડી ગયો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમાજના લોકો પોલીસ સ્ટેશન આવી રજૂઆતો કરી હતી પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી રાતે 6 ટીમો કાર્યરત કરી હતી જેમાં એલસીબી એસઓજી રાજુલા પોલીસ મહિલાની ટીમો સર્વેલન્સ ટીમો કામે લગાડી હતી ગણતરીની કલાકોમાં યુવક ઓટોરીક્ષા માં લઇ ગયો હતો 90 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા બાબરા વિસ્તારમાંથી દબોસી લીધો યુવકને શોધી પરિવારને સોંપી દીધી છે યુવકની અટકાયત કરી લીધી હાલ કાયદો વ્યવસ્થાને લઈ અમારા એસપી સુપરવીજઝ કરી રહ્યા છે હાલ કોઈએ અફવા ફેલાવવી નહિ અપહરણનો ગુન્હો નોંધ્યો છે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી છે ગામમાં કોઈએ ઉશ્કેરાટ ફેલાવવો નહિ તેનું ખાસ ધ્યાન રાખવું