બાબરાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં બે જુથોની વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી,
બાબરા તાલુકાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં દેવશીભાઇ બચુભાઇ ગોલાણી ઉ.વ.52ના દિકરા સુભાષની પત્ની કાજલબેન એકાદ મહિના પહેલા દિકરીનો જન્મ થયેલ હોય અને તેના માવતરના લોકો તેને તેડવા માટે આવેલ હોય. જે લોકોને કહેલ કે સવા મહિના પછી માતાજીએ દર્શન કરાવી મોકલીશું તેમ કહેતા આ કાજલબેને તેડી ગયેલ હોય અને આ વાતનું મનદુ:ખ રાખી નાથા તળશીભાઇ, કાળુ આંબાભાઇ, હરસુર કેશાભાઇ, ઉમેશ નાનજીભાઇ, રમેશ મોઘજીભાઇ, અશ્ર્વિન નાથાથાઇ બેરાણી રહે. હડમતીયા તા.જસદણવાળાઓએ એક સંપ કરી કુહાડી, ધારીયા, લાકડા ધોકા જેવા હથિયારો સાથે ફોર વ્હીલ અને બાઇકમાં આવી દેવસીભાઇને માથામાં માર મારી 7 ટાકા તથા ડાબા કાન પાછળ ટાકા લાવી તેમજ જમણા પગે ગોઠણ નીચે ચાર ટાકા તેવી ગંભીર ઇજા કરી ડાબા હાથે કાંડાના ભાગે મુંઢ ઇજા કરી પત્ની પ્રભાબેનને માથાના ભાગે ત્રણ ઘા મારી 14 ટાકા આવે તેવી ગંભીર ઇજા કરી ડાબા હાથે ફેકચર કરી શરીરે મુંઢ ઇજા કરી દિકરા સુભાષ તથા ભાવેશને શરીરે મુંઢ ઇજા કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે નાથાભાઇ તળશીભાઇ બેરાણી ઉ.વ.50ના જમાઇ ઘનશ્યામ ભાઇની દિકરી મિતલના ઘર સંસાર બાબતે સમાધાન માટે નાથાભાઇ અને તેમના ભત્રીજાઓ ઇશ્ર્વરીયા ગામે આરોપીના ઘરે આવેલ હતાં. અને ત્યાં સમાધાનની વાતચીત કરતા હોય તે વખતે દેવસી બચુભાઇ , સુભાષ દેવસીભાઇ, દેવસી ભાઇનો નાનો દિકરો તથા દેવસીભાઇ પત્ની એ ઉશ્કેરાઇ ગાળો બોલતા ગોળો બોલવાની ના પાડતા દેવસી તથા સુભાષે ધારીયા તથા દેવસીના નાના દિકરાએ લાકડાના ધોકા વડે તથા દેવસીભાઇના પત્નીએ ઢીકાપાટુ વડે માર મારી નાથાભાઇને માથામાં તથા ડાબા હાથની આંગળી ઉપર ઇજા કરી ભત્રીજા ઉમેશભાઇને માથાના ભાગે 10 ટાકા આવે તેવી ગંભીર ઇજા કરી જમણા હાથની આંગળીમાં ઇજા કરી ભત્રીજા રમેશભાઇને માથાના ભાગે 10 ટાકા આવે તેવી ગંભીર ઇજા કરી શરીરે મુંઢ ઇજાઓ કરી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ