સાવરકુંડલા પોલિસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

અમરેલી,\
જીલ્લા પોલિસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ. એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટાઉન પી.આઈ. એસ.એમ. સોનીની સુચના અને માર્ગદર્શન હેઠળ ઈ.એફ.આઈ.આર. દાખલ થયેલ મોબાઈલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવા પી.આઈ.એસ.એમ. સોની,એ. એસ.આઈ. કે.બી. ગઢવી, હે. કોન્સ, રમેશભાઈ, પો.કોન્સ. મહેશભાઈ , રવિભાઈ દ્વારા મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા પરબત લખમણભાઈ કાવેઠીયાને વીવો કંપનીનો મોબાઈલ રૂ/.35,999 ની કિંમતનો ફરિયાદીની નજર ચુકવી ચોરી કરી જઈ સ્વીચઓફ કરી પોતાની પાસે રાખેલ જે મુદામાલ સાથે ઝડપી પાડયો