અમરેલીમાં આજે સાડા સાત કરોડના કામોનું ખાતમુર્હુત

અમરેલી,
અમરેલીમાં આજે હનુમાન પરા ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા સાડા સાત કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે અને ખાતમુર્હુત સાથે રોડની કામગીરીઓ શરૂ કરવામાં આવશે .અમરેલી નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023-2024 અંતર્ગત અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ, સિમેન્ટ કોંક્રેટ રોડ, પેવીંગ બ્લોક કામગીરી માટે રૂા.7 કરોડ 51 લાખ 34 હજાર 500 જેવી રકમ મંજુર થતાં ખાતમુર્હુત કાર્યક્રમ આજે તા.10-2-24ને શનિવાર સવારે 10 કલાકે રણુજાધામ સોસાયટી હનુમાન પરા અમરેલી ખાતમુર્હુત કાર્યક્રમ યોજાશે. જેમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા તથા સારહિ યુથ કલબના શ્રી મુકેશભાઇ સંઘાણીના હસ્તે ખાતમુર્હુત થશે તેમ પાલિકા પ્રમુખશ્રી બિપીનભાઇ લીંબાણી, શ્રી બિનાબેન કાલેણા, શ્રી મનિષભાઇ ધરજીયા, ચીફ ઓફિસરશ્રી એચ.કે. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું