અમરેલી સબ માર્કેટયાર્ડમાં શાકભાજીની ચોરી કરતા ઝડપાયો

અમરેલી,
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,અમરેલી સબયાર્ડમાં ગત તા.13/02/ર0ર4 ને મંગળવારના રોજ બહારના છુટક મજુરીકામ કરતા એક મજુર દ્વારા શાકભાજીના અલગ-અલગ ખુલ્લા પ્લોટમાંથી શાકભાજીની ચોરી કરી અને શાકભાજી બહાર વેંચી નાખેલ જે અન્વયે સંસ્થાની ઓફીસમાં જાણ થતાં વેપારીનાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં ઉપરોકત મજુરીકામ કરતા ઈસમ ક્રીમ અબ્દુલભાઈ જીવાણી ચોરી કરતાં જણાતાં તેમને સંસ્થાની ઓફીસમાં બોલાવી પુછપરછ કરતાં તેણે અવાર-નવાર ચોરી કર્યાનું કબુલતા આવા ચોરીના દુષણને ડામવા માટે તેને સંસ્થાના ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા શાકભાજી ચોરી કરનાર શખ્સ કરીમ અબ્દુલભાઈ જીવાણી સામે દંડનીય કાર્યવાહીરૂપે અમરેલી સબમાર્કેટયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ