રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં અવર જવર કરતો દીપડો સીમમાંથી મોડી રાતે ઝડપાયો

રાજુલા,
અમરેલી જિલ્લામાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે ગીર જંગલ રેવન્યુ વિસ્તાર અને સૌવથી વધુ હવે માનવ વસાહત વિસ્તારોમાં દીપડાઓ વધુ ફરી રહ્યા છે જે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે જેના કારણે હવે વનવિભાગ દ્વારા માનવ વસાહત વચ્ચે હરતા ફરતા દીપડાઓ ઉપર વોચ રાખી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે વધતા જતા દીપડાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપર હુમલો કરે તે પહેલાં તેમને પકડવા માટેની કામગીરી કરાય રહી છે ગ્રામ્ય વિસ્તાર માંથી લોકોની રજૂઆતો આવ્યા બાદ વનવિભાગ દીપડા ઉપર નજર રાખી માનવ વસાહતમાં અવર જવર કરતા હોય તેવા દીપડાને તાત્કાલિક પાંજરે પુરી દેવાય છે રાજુલા રેન્જમાં આવેલ કાતર ગામની સીમમાં દેવશીભાઈ રણછોડભાઈ મકવાણાની વાડીમાં દીપડાને પકડવા માટે પાંજરું રાખવામાં આવ્યું હતું મોડી રાતે રાજુલા રેન્જ વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી છે દીપડાને પાંજરે પુરી જંગલ વિસ્તારમા મુક્ત કરવામાં આવશે રાજુલા જાફરાબાદ રેન્જ વનવિભાગ રૂલર વિસ્તારમાં એક્ટિવ રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો દીપડાની સંખ્યા વધ્યા બાદ અવર જવર વધતા વનવિભાગ પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે રાજુલા રેંજના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ,વનપાલ આઈ. વી. ગોહિલ , વનપાલ વાય.એમ.આસ્કાની,વનરક્ષક એચ. આર.બારૈયા,ટ્રેકર ભુપતભાઇ,રેસ્ક્યુ ટીમના ભરતભાઇ,આશિફભાઈ સહિત કર્મચારીઓ દ્વારા દીપડાને પાંજરે પુરી દબોસી લેતા સ્થાનિક રહીશો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો