તાંત્રિક વિધીના નામે સવા ત્રણ લાખ પડાવી રાજકોટની પરિણીતાને શરીર સબંધ બાંધવા માટે મજબુર કરી દીધી

અમરેલી,
ઘરમાં મેલુ છે તે જીવવા નહીં દે જો શરીર સબંધ નહીં બાંધ્ો તો તારા દિકરાનો જીવ જતો રહેશે તેમ કહીં તાંત્રિક વિધીના નામે 3 લાખ ઉપરાંતની રકમ પડાવી રાજકોટની પરિણીતાને શરીર સબંધ બાંધવા મજબુર કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ બનાવ અંગે જણવા મળતી વિગત અનુસાર આજે 21મી સદીમાં પણ કેટલાક લોકો અંધ શ્રધ્ધામાં ભોગ બની રહ્યા છે. જેમાં રાજકોટ પિયરમાં રહેલ મહિલાને આરોપીઓએ એક બીજા સાથે મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવતરૂ રચી મહિલાના ઘરમાં મેલુ છે તે તેમને જીવવા નહી દે વ્હેમમાં મનમાં ઉભો કરી, મહિલા તથા તેમના મમ્મી પપ્પાને વિશ્ર્વાસમાં લઇ રાજકોટ, અમરેલી, વિસાવદર, સીમરણ, સાવરકુંડલા જેવી જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે તા.14-2ના રાત્રીના સમયે મેલુ દુર કરવાની તાંત્રિક વિધીના નામે કુલ રૂા.3,13,000 પચાવી પાડી વિશ્ર્વાસઘાત તેમજ છેતરપિંડી કરી, આ પૈસા પડાવવા ઘરમાં મેલુ છે તે તેમને જીવવા નહીં દે તેવો ડર અને ધમકી બતાવી મુકેશ ભેસાણીયા, રાધિકાબેન મુકેશભાઇ ભેસાણીયા રહે. અમરેલી, સુનિલ રાવળ રહે. વિસાવદર, દિનેશ રીબડીયા રહે. વિસાવદર, અજાણ્યો ભુવો રહે. વિસાવદર, ભારતીબેન પ્રકાશભાઇ ગોંડલીયા રહે. રાજકોટ વાળાએ ડર અને ધમકી બતાવી મહિલા સાથે શરીર સંબંધ બાંધવા તેને ડારવી જો શરીર સંબંધ નહીં બાંધ્ો તો તેના દિકરાનો જીવ જતો રહેશે. તેવી બિક બતાવી ધમકી આપી મહિલા સાથે મુકેશે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી જુદી જુદી જગ્યાઓએ અન્ય 6 વ્યકિતઓ સાથે પણ શરીર સંબંધ બાંધવા માટે મુકેશ તથા તેમના પત્નિ રાધિકાબેને મહિલાને મજબુર કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બંધાવી અવાર નવાર બળાત્કાર કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ ઇન્ચાર્જ પી.આઇ. આર. જી. ચૌહાણે સંભાળી આરોપી મુકેશ ભેસાણીયા, રાધિકાબેન મુકેશભાઇ ભેસાણીયા રહે. અમરેલી, સુનિલ રાવળ રહે. વિસાવદર, દિનેશ રીબડીયા રહે. વિસાવદરવાળાની અટકાયત કરી હતી. જયારે અજાણ્યો રહે. વિસાવદર, ભારતીબેન પ્રકાશભાઇ ગોંડલીયા રહે. રાજકોટ તથા તપાસમાં ખુલે તે વ્યકિતઓની અટકાયત કરવા માટે ચક્રોગતિ માન કર્યા