જેતપુરમાં વરલી મટકાનાં જુગારધામ ઉપર ત્રાટકતી એસએમસી

અમરેલી,
સ્ટેટ મોનીટરીંગ સેલે જેતપુરમાં નવાગઢમાં જયુપીટર ટેક્ષટાઇલ ઓપન પ્લોટની બાજુમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા 12 શખ્સોને પકડી પાડયા હતા અને બે લાખ જેવો મુદામાલ કબ્જે કર્યો હતો. એસએમસીએ વરલી મટકા લખનાર કિશોર ત્રિભોવન પટેલ, દિપક વિનુ બગડા, મોસીન દાદા ખીરાણી, નાસીર ખીરાણી તથા વરલી મટકાના જુગરનો અડો ચલાવનાર મુખ્ય સુત્રધાર નાસીર દાદા ખીરાણી તથા વરલી મટકા રમવા આવનાર રતી જીકાભાઇ રાઠોડ, વિપુલ નાનજી મકવાણા, અજાદ મહમદ લાખાણી, દિપક ભુપત કુંભાણી, જગુ ખીમા સોલંકી, ખીમજી પોપટ માયાણી, દડુ રૂખડ વાંક રાજુ ભાનુ સરવૈયાને પકડી પાડેલ છે.જ્યારે વરલી મટકાનો જુગાર ચલાવનાર મુખ્ય આરોપી પૈકીનો અફજલ બલાણી રે. જેતપુર નાસી છુટયો હોય તેની ઉપર ગુનો દાખલ કરી રૂા.37510 ની રોકડ એક લાખની કિંમતના પાંચ વાહનો, 51500 ની કિંમતના 13 મોબાઇલ મળી કુલ 1 લાખ 89 હજાર 10 નો મુદામાલ કબ્જે કર્યો