ધારી અને સાવરકુંડલામાં કમોતના બે બનાવો

અમરેલી,
અમરેલી જિલ્લામાં ધારી અને તેમજ સાવરકુંડલામાં ઝેરી દવા પી જતાં બે પ્રૌઢનું મૃત્યુ નિંપજયાનું પોલીસમાં જાહેર કરેલ છે.જેમાં ધારીમાં અમરેલી જેસીંગપરામાં રહેતા જીતેન્દ્રભાઇ મોહનભાઇ સોંડાગર ઉ.વ.51 એકલવાયુ જીવન જીવતા હોય અને કોઇ કામ ધંધો ન હોય અને રખડતુ ભટકતુ જીવન જીવતા પોતે કંટાળી જઇ ઝેરી દવા પી જતાં મૃત્યુ નિપજયાનું સરસૈયા ગામના રૂપિનભાઇ જેરામભાઇ બકરાણીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં સાવરકુંડલા જેસર રોડ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા જયસુખભાઇ મોહનભાઇ બુહા ઉ.વ50ના લગ્ન થયેલ ન હોય અને કામ ધંધો કરી શકતા ન હોય તેમજ આગળ પાછળ કોઇ હોય નહિં તેથી જીંદગીથી કંટાળી ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યું નિપજયાનું આશિષભાઇ દેવચંદભાઇ બુહાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ