અમરેલી જિલ્લામાં જુદા જુદા બે સ્થળે ઇંગ્લીશ દારૂના દરોડા

અમરેલી,
અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લીશ દારૂના દરોડાઓ પાડી બે શખ્સોને 24 બોટલ ઇંગ્લીશ દારૂ તથા બાઇક મળી રૂા.50,452ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.
અમરેલી ફોરવર્ડ સર્કલ પાસે ચાર બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.4052ના મુદામાલ સાથે હે.કોન્સ. સલીમભાઇ શેખે ઝડપી પાડયો હતો. જયારે બાબરા તાલુકાના વાવડી થી ચમારડી રોડ ઉપર શૈલેષ ઘોહાભાઇ બસીયા રહે. પીપળલગવાળાને સ્પ્લેન્ડર બાઇક નં. એમ.પી. 11 ઝેડબી 5667માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા 20 બોટલ રૂા.6400 તથા બાઇક મળી રૂા.46,400ના મુદામાલ સાથે પો.કોન્સ. મહાવીરસિંહ સિંધવે ઝડપી પાડયા હતો. જયારે ચમારડીના કરણ વાણંદે મુદામાલ પુરો પાડી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ