અમરેલી લાઠી લીલીયામાં વિજ ચેકીંગ : 23 લાખની ગેરરીતી

અમરેલી,
અમરેલી પીજીવીસીએલ ડિવીઝન એક નીચેના અમરેલી સર્કલમાં આજે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા અમરેલી શહેર, લાઠી, લીલીયામાં પોતાની સિકયોરીટી સાથે પીજીવીસીએલની 37 ચેકિંગ ટીમો ત્રાટકી હતી અને રહેઠાંણના 599 તથા વાણિજયકના 5 મળી 604 જોડાણો ચેક કર્યા હતાં અને જેમાં રહેઠાંણના 95 અને એક કોમર્સયલ મળી કુલ 96 જોડાણોમાં રૂા. 23.01 લાખની ગેરરીતી ચેકિંગ ટીમોએ ઝડપી લીધી. અચાનક ચેકિંગ ટીમો ત્રાટકતા ગેરરીતી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો