ધારી વિધાનસભા વિસ્તારમાં 64 કામો માટે 207.73 લાખના કામો સુચવ્યા

ચલાલા,
અમરેલી જિલ્લામાં ધારી, બગસરા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ લોકોની સુવિધા અને સગવડતા સુખાકારી વધારવા માટે સરકારની સૌથી વધ્ાુ ગ્રાન્ટ વાપરતા ધારાસભ્યનાં હોમ ટાઉન ચલાલાના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી અભિનંદન આપ્યા છે સંતો મહંતોએ પોતાનો રાજીપો વ્યક્ત કરી આશિર્વાદ આપ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને દરેક નાણાકીય વર્ષમાં સીટ દીઠ દોઢ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ ગ્રાન્ટ માર્ચ એન્ડ સુધીમાં પુરા થતા નાણાકીય વર્ષમાં વાપરવાની હોય છે તે મુજબ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પોતાના મત વિસ્તારમાં લોકોના શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોડ રસ્તા, બ્રીજ, પુલ નાળા સહિતનાં કામો સગવડતા સુવિધા અને સુખાકારી માટે મળે તે માટે સૌથી વધ્ાુ 64 કામો મંજુર કરાવી રૂા.2 કરોડ 7 લાખ 73 હજારની રકમ વાપરવાના સુચનો કરી જાગૃત ધારાસભ્ય તરીકે નામના મેળવી છે. તેમાંથી હાલમાં 1 કરોડ 48 લાખ 63 હજાર ના 47 કામોને વહીવટી મંજુરી મળી ગઇ છે બાકી કામોને મંજુરી મળવાની છે. ચલાલા શહેર અને સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે ચલાલાના પૂ. વલકુબાપુ, ગાયત્રી મંદિરના પૂ. રતિદાદા, ભીમનાથ મંદિરનાં પહ. મહીપતબાપુ, નેસડીના મહંત શ્રી લવજીબાપુ સહિત સંતો મહંતોએ આર્શિવચન પાઠવ્યા છે. ચલાલા લોહાણા મહાજન અને ચેમ્બરના પ્રમુખ મહેન્દ્રભાઇ સાદરાણી, ચીમનભાઇ વિઠલાણી, ચલાલા મેડીકલવાળા સુરેશભાઇ ઉનડકટ, નવનીતભાઇ નગદીયા, હસુભાઇ, દિપકભાઇ મગદાણી, જલારામ યુવક મંડળના પ્રમુખ કમલભાઇ ઉનડકટ, કમલેશભાઇ વિઠલાણી, રઘુવીર સેના પ્રમુખ જયમીનભાઇ ચંદારાણા, અંકિતભાઇ ચંદારાણા, ધવલભાઇ સેજપાલ, મયુરભાઇ, પટેલ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઇ કાકડીયા, છગનભાઇ અંટાળા, મનસુખભાઇ કાનાણી, શાંતુભાઇ ભાલાળા, જિલ્લા સંઘના જયંતીભાઇ પાનસુરીયા, કિરીટભાઇ કાકડીયા, ક્ષત્રીય સમાજના દિલુભાઇ વાળા, મનુભાઇ ધાધલ, હર્ષદભાઇ, અનકભાઇ વાળા, પુર્વ પાલિકા ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા, બાબુભાઇ વાળા, પુર્વ પ્રમુખ શ્રી હિંમતભાઇ દોંગા, મનસુખભાઇ કાથરોટીયા, ગીતાબેન કારીયા, રેખાબેન ગોસાઇ, કડીયા સમાજના ધીરૂભાઇ સોડીંગલા, જયસુખભાઇ ચૌહાણ, રવજીભાઇ સોલંકી, માલધારી સમાજના ઘનશ્યામભાઇ રબારી, પુનાભાઇ રબારી, ભુપતભાઇ રબારી, બ્રહ્મ સમાજના ખોડીદાસ મહેતા, લલીતભાઇ મહેતા, પ્રદિપભાઇ પુરોહીત, અરવિંદભાઇ ઉપાધ્યાય, સુરેશભાઇ ત્રિવેદી, શહેર ભાજપના પ્રમુખ પ્રવિણભાઇ માલવીયા, ઉપપ્રમુખ ભયલુભાઇ વાળા, મહામંત્રી અજીતભાઇ ખુમાણ, પ્રકાશભાઇ કારીયા, નિતેશભાઇ ભટ્ટ, નિતીનભાઇ વાળા, વિજયભાઇ વાળા, મનુભાઇ રાઠોડ, મુકેશભાઇ રાઠોડ, મનોજભાઇ તથા ડો. સેલનાં ડો.વિક્રમ ભરાડ, ડો. દેવકુભાઇ વાળા, ડો. ચોવટીયા, ડો. કાબરીયા, શૈલેષભાઇ ઉનાગર, અવિરતભાઇ માલા, પ્રદિપભાઇ હીરપરા, બાલાભાઇ જેઠવા, કમલેશભાઇ જેઠવા, રાજેશભાઇ જાની, અનિરૂધ્ધભાઇ વાળા, ધનજીભાઇ રીબડીયા, બાલાબાપુ દેવમુરારી, નયનબાપુ ગોસાઇ, રાઘેશ્યામભાઇ દેવમુરારી, ભાવિનબાપુ દેસાણી, રસીકભાઇ મગદાણી, શૈલીેષભાઇ ઠાકર, મનસુખભાઇ, વિનુભાઇ કાથરોટીયા, પરેશભાઇ કાથરોટીયા, કૌશીકભાઇ પરમાર, વિપુલભાઇ ગેડીયા, શિવરાજભાઇ વાળા, ભરતભાઇ સોલંકી, ભાયાભાઇ ગોહીલ સહિતનાં હજારો આગેવાનોએ ચલાલાના ગૌરવ એવા સંવેદનશીલ ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાને બિરદાવી રાજીપો વ્યક્ત કરી આવકાર્યા