અમરેલી શહેરનાં ટાવર પાસે વિજપોલનાં ફ્યુઝ બોક્સમાં અચાનક આગ લાગી

અમરેલી,
તારીખ : 19/0ર/ર0ર4 નાં સમય : 13:પ7 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરનાં મઘ્યમાં આવેલ ટાવર ચોક પાસે જલારામ ફરસાણ પાસે ઁય્ફભન્ નાં વીજ પોલનાં ફયુઝ બોકસમાં અચાનાક આગ લાગવાની ઘટનાં બનેલ તેની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી ડ્રાઇ કેમીકલ પાઉડર (છમ્ભ ખૈંઇઈ ઈઠ્ૈંશ ય્ેૈંંજીલ્લઈઇ)નો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ.તથા આજુબાજુ ના દુકાનદારો એ ફાયર ટીમ ની પ્રશંસનીય કામગીરી ને બિરદાવી હતી.અને આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી. આ ઘટનામાં સ્ટાફ પ્રવિણભાઇ ચૌહાણ – ઘ.ભ.ઁર્.ં, સવજીભાઇ ડાભી – ફાયરમેન, કૃષ્ણભાઇ ઓળકીયા – ફાયરમેન, સાગરભાઇ પુરોહિત – ફાયરમેન, યોગેશભાઇ કણસાગરા – ટ્રેઇનીએ ફરજ બજાવી