દામનગરના હત્યાના કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી સજા

અમરેલી,
પૈસાની લેતીદેતી તેમજ મૃત કની પત્ની સાથે એકતરફી પ્રેમના કારણે કાસળ કાઢી નાખવાના ઈરાદે દામનગરના ભાલવાવ સીમાં બનેલા હત્યાના બનાવમાં કોર્ટે આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી હતી. સરકારી પીપી જેબી રાજગોરની દલીલોને માન્ય રાખી ત્રીજા એડી.સેશન્સ જજ શ્રી ભાવસારે રૂ/.50,000 નો દંડ ફટકાર્યો હતો.દામનગર પોલિસ મથકના ગુના ર.જી. 1/13 થી તા. 26-1-13 ના રોજ ઈપીકો કલમ 302 તથા 201 અન્વયે ફરીયાદી ડેનીશભાઈ વીરજીભાઈ વિરાણી રહે. ભાલવાવ એ મતલબની ફરિયાદ આપેલ કે આરોપી મહેશ ઉર્ફે કાલીયો લીંબાભાઈ વીરાણી રહે. ભાલવાવવાળાએ મૃતક રાકેશભાઈ વીરજીભાઈ વિરાણીને તા. 16-12-2012 ના સવારે 11 વાગ્યે ભાલવાવ ગામની સીમમાં પૈસાની લેતીદેતી તેમજ મૃતકની પત્નિ આશાબહેન સાથે એકતરફી પ્રેમના કારણે કાસળ કાઢી નાખવાના ઈરાદે મરણ જનારને લોખંડની રાપ વડે મરણ તોલ ઈજા કરી કુવામાં ફેંકી મોત નિપજાવ્યું હતું. આ બનાવમાં દામનગર પોલિસે આરોપી મહેશ ઉર્ફે કાલીયો લીંબાભાઈ વિરાણી વિરુધ્ધ કોર્ટમા ચાર્જશીટ દાખલ કરે. ઉપરોકત કેસ અમરેલીના ત્રીજા એડી. સેશન્સ જજ અમૃતલાલ ભાવસાર સમક્ષ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી પીપી જે.બી. રાજગોરની દલીલોને માન્ય રાખી આરોપી મહેશ ઉર્ફે કાલીયો લીંબાભાઈને ઈપીકો 302 ના ગુનામાં તક્ષીરવાન ઠરાવી અંતિમ શ્ર્વાસ સુધીની સજા તેમજ રૂ/.50 હજારનો દંડ ફટકાર્યો હતો. અને દંડ ન ભરે તો વધ્ાુ 6 માસની સજાનો હુકમ કર્યો