સાવરકુંડલામાં સગીરાના અપહરણ, બળાત્કાર કેસમાં આરોપીઓને છોડી મુકવા હુકમ કરાયો

અમરેલી,
આજ થી 5વર્ષ પહેલાં સાવરકુંડલા ના કેવડા પરા વિસ્તારમાં રહેતી સગીરા ને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે સગીરા ના વાલી સુતા હોય તે દરમિયાન આરોપી રસિકગોવિંદ થળેસા,ને તેના ભાણિયો વિશાલ અને તેના માસિયાય મનુભાઈ એ ભગાડી જવા માં મદદ ગારી કરી ભોગબનાનાર ઉપર તેની મરજી વિરૃદ્ધ બદકામ કરેલ હોય જે કેસ નામદાર એડી.સેસન્સ કોર્ટ સાવરકુંડલા માં ચાલી જતા ફરિયાદ પક્ષ દ્વારા જે પુરાવા ઓ રજૂ કરેલ તે પુરાવા આરોપીઓ વિરુદ્ધ નો ગુનો સાબીત કરવા માં અસમર્થ રહેલ હોય અને એડવોકેટ અજય પંડ્યા અને વિનુભાઈડાબસરા ની રજુઆત અને દલીલો ને ગ્રાહ્ય રાખી અને આરોપીઓ ને છોડી મુકવા નો હુકમ નામ એડ.સેસન્સ જજશ્રી શ્રીવાસ્તવ દ્વારા કરવા માં આવેલ છે આ કેસ માં વિદ્વાન વકીલ શ્રી અજયપંડ્યા અને વિનુભાઈ ડાબસરા રોકાયેલ હતા