મોટા જીંજુડામાં ગેરકાયદેસર રીતે બિનખેતી પર ચાલતા સોલાર પ્લાન્ટની તપાસ કરવા માંગ

સાવરકુંડલા,
મોટા ઝીંઝુડા ગામના ખેડૂતોએ કલેક્ટરને પત્ર લખી રાજુવાત કરી હતી કે મોટા જીંજુડા ગામે છમ્ઇીન જીઁફ 2 ન્ૈંસ્્ંૈઈઘ કંપની શ.છ ની મંજુરી વગર ગેરકાયદેસર ચાલતી હોય તેમના પર તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.સાવરકુંડલા તાલુકા ના મોટા જીંજુડા ગામે છમ્ઇીન જીઁફ 2 ન્ૈંસ્્ંૈઈઘ કંપની નો સોલાર પ્લાન્ટ બીનખેતી થયા વગર ગેરકાયદેસર રીતે ચાલતો હોય અને સરકારી જમીન મા પણ દબાણ કરી સોલાર ની પેનલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવી હોય છતા પણ કંપની સામે કોઇ પણ પ્રકારની કર્યવાહી કરવામાં આવતી નથી. ભુતકાળમાં ઉપરોકત કંપની સામે યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી થાય એ બાબતે તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ હજુ સુધી કંપની સામે કોઇ પણ પ્રકારની કર્યવાહી કરવામાં આવી નથી.સાવરકુંડલા નાયબ કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા કંપની ના સ્થળે રુબરુ મુલાકાત કરી હોવા છતા તેમના પર આજ દિન સુધી કોઇપણ પ્રકાર ની કાર્યવાહી કરવમાં આવી નથી તેમજ સોલાર કંપની સાથે આર્થિક વહીવટ કરી કંપની ને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે.એવી આ ખેડૂતો દ્વારા કલેક્ટરને રજુઆત કરી હતી કે આ કંપની ને પ્રોત્સાહન આપતા નાયાબ કલેકટર સામે તપાસ ના આદેશ આપવામાં આવે અને દિન-3 મા ગેરકાયદેસર રીતે ચાલતા આ સોલાર પ્લાન્ટ ને તાત્કાલીક ના ધોરણે કર્યવાહી કરી બંધ કરવાના આદેશ આપવામાં આવે.