અમરેલી સરદાર ચોકમાં બે ઉપર શાક સુધારવાની છરી વડે હુમલો

અમરેલી,
અમરેલી સરદાર ચોક એસબીઆઇ એટીએમ પાસે ગાંધીબાગની પાછળ લલીતભાઇ કડિયાકુંભારના ઘરે સાગરભાઇ ઘનશ્યાભાઇ વેકરીયા ઉ.વ.26ની જન્મદિવસની પાર્ટી લલીતભાઇ કડિયાકુંભારના ઘરે હોય. ત્યાં પોતે તથા તેના અન્ય મિત્રો તથા દાનુ વાધોસી હાજર હોય આ વખતે સાગરભાઇના પત્નીનો ફોન આવતા તે વાત કરતા હતાં. તે વખતે દાનુએ કહેલ કે ફોનમાં વાત કરમાં તું અહીં આવ તે કહી ગાળો બોલી ગાલ ઉપર ઝાપટ મારી શાક સુધારવાની છરીનો એક ઘા છાંતીના ભાગે ડાબી બાજુ તથા ડાબી બાજુ ગળા નીચે છરી મારી પાંચ ટાંકા લાવી છાંતી પર ડાબી બાજુ બે ટાંકા લાવી ભાવિકભાઇ દાનુને ઠપકો આપવા જતા છરીનો એક ઘા ડાબી બાજુ છાંતી પર મારી ચાર ટાંકા લાવી મોઢા ઉપર નખના ઉજરડા કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ