જાફરાબાદના દરિયામાં બોટમાંથી પડી જવાથી યુવાનનું મોત નિપજયું

અમરેલી,
જાફરાબાદ સામા કાંઠે રહેતા શૈલેષભાઇ વશરામભાઇ સોલંકી ઉ.વ.32 જાફરાબાદથી આશરે 10 નોટીકલ માઇલ દુર દરિયામાં મછીમારી કરવા માટે ગયેલ હોય અને મછી પકડવા માટે દરિયામાં ઝાળ નાખવાનું કામ કરતા હતાં. તે દરમિયાન બોટમાંથી પગ લપસી જતાં દરિયાના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કમલેશભાઇ વશરામભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં જાહેર કરેલ