શ્રી અંબરીષ ડેરના આજે કેસરિયા : ભાજપમાં ઘર વાપસી

અમરેલી,
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસને રામ રામ કરી રાજીનામુ ધરી દેતા એક વર્ષથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે અને તેની સાથે જ મુળ ભાજપના શ્રી અંબરિષ ડેરે વિધિવત રાજીનામુ આપી દીધ્ાું છે સાથે સાથે પુર્વ વિપક્ષ નેતા શ્રી અર્જુન મોઢવાડીયાનું પણ રાજીનામું કોંગ્રેસને મળ્યું છે.આજે રાજીનામુ આપનાર શ્રી અંબરીષ ડેરની ભાજપમાં ઘર વાપસી થવાની છે સૌજન્યશીલ આગેવાન શ્રી અંબરિષ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રિીય પ્રમુખને આપેલ રાજીનામામાં કોંગ્રેસનો આભાર માન્યો છે અને વર્તમાન સ્થિતિમાં રાજીનામુ આપતા હોવાની પણ જાણ કરી