રાજુલામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.65 લાખનો હાથ ફેરો કર્યો

અમરેલી,
મુળ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામના હાલ રાજુલા નોકરી કરતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમારના મકાનમાં તા.2-3ના બપોરથી તા.3-3ના સવારના 10-00 સુધીમાં કોઇ પણ સમયે બંધ મકાનના રૂમના તાળા તોડી કોઇ તસ્કરોએ કબાટની તિજોરીમાં રાખેલ દાગીનાઓ જેમાં સોનાનો ચેઇન 30 ગ્રામ રૂા.1,35,000, એક જોડ સોનાની બુટી સરસાથે 15 ગ્રામ રૂા.47,500, સોનાની વિટી નંગ-3 10 ગ્રામ રૂા. 45,000, ચાંદીનો કંદોરો 200 ગ્રામ રૂા.4,000, ચાંદીના ત્રણ જોડ છડા 200 ગ્રામ રૂા.4,000, સોનાના ઓમકાર બે નંગ તથા નાકમાં પહેરવાની સોનાની ચુક ત્રણ નંગ પાંચ ગ્રામ 22,500, સોનાની બંગડી નંગ-2 20 ગ્રામ રૂા.90,000, સોનાની લગડી 2 ગ્રામ રૂા.9000 તથા રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ રૂા.3,65,000ની માલમતાની ચોરી કરી ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પીઆઇ આઇ.જે. ગીડા ચલાવી રહ્યા