અમરેલીમાં મિલ્કત સબંધી ગુનાઓમાં પોરબંદર જેલમાં પાસા હેઠળ ધકેેલાયો

અમરેલી,
ભાવનગર રેન્જ આઇજી ગૌરત પરમાર દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત કરતાં વોરંટની બજવણી થતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અમરેલીે એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ તથા તેમની ટીમે બગસરા, સાવરકુંડલા, મહુવા, કોડીનાર પોલીસ મથકમાં મિલ્કત સંબંધી ગુનાઓ આચરતા જેહીંગ ઉર્ફે જેસીંગ ઉર્ફે જયલો દિતાભાઇ ડામોરને પાસા વોરંટની બજવણી કરી પોરબંદર જિલ્લા જેલામાં અટકાયતમાં રહેવા મોકલી આપેલ