આજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે શિવ મંદિરોને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.અમરેલી કામનાથ મહાદેવ ,નાગનાથ મહાદેવ, નાગદેવતા મંદિર નાગેશ્ર્વર મહાદેવની વર્ણાગી નીકળશે.નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન થતા યજમાનો યજ્ઞ વિધિમાં વિદ્વાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપશે.અમરેલી શહેરના કાશી વિશ્ર્વનાથ , ભીમનાથ, સુખનાથ , ભીડભંજન, પંચનાથ , જીવનમુકતેશ્ર્વર, રામેશ્ર્વર, ગંગેશ્ર્વર, સહિત શિવમંદિરોમાં મહાશિવરાત્રિ નિમિતે ભકતો દ્વારા આરતી ,મહાપુજા, ભાંગની પ્રસાદનો ભકતજનો બહોળી સંખ્યામાં લાભ લેશે.શિવમંદિરોમાં ધ્ાુન, મહાઆરતી, ભજન,જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.રાજુલા શિવજી ઉત્સવ કમિટી દ્વારા અને દિપક ઠેકેદાર દ્વારા ભવ્ય શિવજીની રથયાત્રા ધરમશાળા થી નીકળી ટાવર રોડ બસ સ્ટેન્ડ વિસ્તાર હઠીલા હનુમાન વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ આજ રથયાત્રા નીકળશે શહેરીજનો પણ ઉત્સાહ ભેદ રથયાત્રામાં ભાગ લેશે અને શિવરાત્રી મહોત્સવ ની પણ ઉજવણી આ વિસ્તારમાં કોટેશ્વર મહાદેવ ધારનાથ મહાદેવ તથા સુખનાથ કુંભનાથ તથા સાસુડા મહાદેવે તેમજ સરકેશ્વર મહાદેવ તથા શામળીયા મહાદેવ સહિતમાં આવ ઉત્સવ અને શિવરાત્રી ની ભાંગ પ્રસાદી લેવા ધારનાથ ના મહંત શ્રી રમેશ ગીરીબાપુ જણાવ્યું કે મંદિરમાં રુદ્ર અભિષેક મહાશિવરાત્રીની દીપમાળા હનુમાન ચાલીસા તેમજ શિવજીની મહાપૂજા સહિતના ભવ્ય શિવરાત્રીના દિવસે આ કાર્યક્રમ યોજા છે તો રાજુલાની ધાર્મિક જનતાને ધારનાથ મંદિરે પધારવા અને શિવજીના દર્શન કરવા મહંત શ્રી રમેશ ગીરી બાપુએ જણાવ્યું છે.ચલાલાનાં ભીમનાથ મંદિરે ભક્તિભાવ પુર્વક ધામધ્ાુમથી શિવરાત્રી ઉજવાશે. મંદિર પરીસરમાં બપોરે 12 કલાકે વિશેષ મહાઆરતી અને વિશેષ મહાપુજા, અભિષેક, આરતી અને મહાપ્રસાદ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજનાં 4 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 7 થી રાતનાં 12 સુધી આરતી સહિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો ઉમટી પડશે. મહાપ્રસા, ફરાળ સહિતનો લાભ લેવા મહંત મહારાજશ્રી દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યું