બગસરા તાલુકામાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજયા :એકને ઇજા

અમરેલી,
બગસરા તાલુકામાં અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓમાં બેના મોત નિપજયા હતાં જયારે એકને ઇજા પહોંચી હતી. જેમાં ઘંટીયાળ પાસે ટેમ્પો પલ્ટી ખાઇ જતા અને જેઠીયાવદરમાં બાઇક સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. બગસરા તાલુકાના ઘંટીયાણ ગામથી આગળ પુલ પાસે ભેંસાણ જવાના રોડ ઉપર ટાટા ટેમ્પો જી જે 03 વી 5267ના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઇ જતાં ટેમ્પામાં બેઠેલ પુનાભાઇના શરીરે નાની મોટી ગંભીર ઇજા કરી તેમનું મોત નિપજાવી અલ્પેશભાઇને શરીરે નાની મોટી ઇજાઓ કરી ગુનો કર્યાની ભેસાણના કમલેશભાઇ કડવાભાઇ સિંગાડાએ બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે બીજા બનાવમાં જેઠીયાવદર ગામના બસ સ્ટેન્ડ પાસે ટાટા આઇસર જી જે 14 એકસ 7463ના ચાલકે પોતાના હવાલા વાળુ ટાટા આઇસર પુર ઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી વિશાલભાઇ મકવાણાના પિતા લાલજીભાઇ મકવાણા ઉ.વ.55ના બાઇક જી જે 04 ડીઇ 4236 સાથે ભટકાવી શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયાની વિશાલભાઇ મકવાણાએ બગસરા પોલીસ મથકમાં ફરિયાદ