વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

બગસરા,
અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ આગોતરા જામીન મેળવવા માટે અમરેલી સેશન્સ કોર્ટમાં અરજ કરતા આરોપી તરફે અમરેલીના સીનીયર એડવોકેટ ધર્મેશભાઈ પંડયા તથા એ.એચ. પંડયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહય રાખી અરજદારને આગોતરા જામની ઉપર મુકત કરવા હુકમ કર્યો