રાજુલામાં વન વિભાગે લાકડા ભરેલો બીજો ટ્રક પકડી પાડયો

રાજુલા,
રાજુલા પંથકમાં 10 દિવસ પહેલા લાકડા ભરેલો ટ્રક મળી આવ્યો હતો ફરીથી વન વિભાગનાં પેટ્રોલીંગ દરમિયાન મોડી રાત્રે નડીયાદથી કોડીનાર આવી રહેલ ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવી તપાસ કરતા તેમાં લાકડાનો જથ્થો ભરેલ હતો અને કોડીનાર તરફ થઇ રહયો હતો જેના ડોક્યુમેન્ટ વગરનો આ જથ્થો જણાતા વન અધિકારી શ્રી મકરાણીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તેની ટીમે ગાડીના ડ્રાઇવર રાઠોડ દીપકભાઇ જીવાભાઇ અને રમેશ બધાભાઇ મેરને ટ્રક સાથે ઝડપી પાડયા હતા વન વિભાગે 22 ટન લાકડાનો જથ્થો કબ્જે કર્યો