અમરેલીના રાજસ્થળીમાં પ્રૌઢનું ઝેરી દવા પીતા મોત

અમરેલી,
અમરેલીના તાલુકાના રાજસ્થળી ગામે રહેતા અશોકભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ.45 માનસિક બિમાર હોય અને દવા લેવા છતાં સારૂ થતું હોય અને પોતે માનસિક બિમારથી કંટાળી પોતાની મેળે ઝેરી દવાના ટિકડા ખાઇ જતાં સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યું નિપજયાનું અશોકભાઇ જેઠાભાઇ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ