નાની કુંકાવાવ સનાળામાં તળાવનું કામ મંજુર કરાવતા શ્રી વેકરીયા

અમરેલી,
અમરેલીના જાગૃત અને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ અને સનાળા ગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનમાં વાલ્વ મૂકી તળાવ સાથે એનું લિંકઅપ કરી તળાવ ભરવા માટેની ગ્રામજનોની માંગણી અંગેની ધારદાર રજૂઆત પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાને કરતા, ઘણા લાંબા પડતર રહેલી માંગણીને આખરે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા સ્વીકારીને મંજૂર કરવામાં આવેલ છે.ગુજરાત સરકારના જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.13/3/2024ના હુકમથી નાની કુંકાવાવ અને સનાળા ગામ ખાતે સૌની યોજનાની પાઇપલાઈનમાં વાલ્વ મૂકવાના આ કામને સૈધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે.