કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ : કિન્નાખોરી સામે કચવાટ

વિજપડી,
કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઇ હતી પણ તેમા કિન્નાખોરી સામે કચવાટ જોવા મળ્યો હતો.દબાણ હટાવવાની પ્રમાણીક શરૂઆત પોતાથી કરવાનીે હોય છે પણ અમુક દબાણ હટાવાયા હતા તો અમુક ન હટાવાયા હોવાનો કચવાટ લોકોમાં જોવા મળ્યો હતો.વિજપડીમાં 30 જેટલા દબાણકારોને નોટીસ આપીને દબાણો હટાવ્યા હતા પણ રાજુલા ુજવાના માર્ગે વીજપડી ગામપંચાયતી દુકાન તથા અન્ય દબાણો બસ ટેન્ડ ઉપર ગોળાઈમા હોય જેથી મોટા વાહનો વળાંક લેવામા ભારે મુશ્કેલી પડે છે તેથી આજરોજ સવારના નગદીયા બંધુને દુકાનો અકસ્માત થવા પામેલો હતો આવા પંચાયતના કથીત દબાણને કોણ હટાવશે ? તેવો વિજપડીના લોકોમાં વેધક સવાલ ઉઠેલો જોવા મળેલ. તંત્ર દ્વારા અમુક લોકો ને ટાર્ગેટ કરીને ડીમોલેશન કરાયાના આક્ષેપો પણ થયા છે શ્રીમંતોના દબાણો નથી હટાવાયા અને જુમા મસ્જીદ ની દુકાનોના ઓટા તોડવામા આવ્યા છે પરંતુ તેની સામેની લાઈનમા દબાણો યથાવત રહેલા