અમરેલી,
લીલીયા મોટા ક્રિષ્ના ક્રેડિટ કો. ઓપરેટીવ માંથી ધીરાણ મેળવી હપ્તા નહીં ભરતા બાકીદાર (1) રસીકભાઈ રણછોડભાઈ આખજા રે. લોકી તા. લીલીયા વાળા નો ચેક રૂા. 2,49, 647/- નો ધીરાણ ની રકમ તથા તે પર વ્યાજ ગણી આપેલ ચેક રીટર્ન થતા લીલીયા ક્રિષ્ના ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના માનદ મેનેજર શ્રી જીતેન્દ્ર ડી. પાઠક એ આ બાકીદાર મંડળીના લીગલ એડવાઇઝર શ્રી કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમા ફોજદારી ફરીયાદ કેસ નં 536/2023નો દાખલ કરેલ છે અને કેસ ચાલી જતા અને શ્રી પાઠકની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર અદાલત દ્વારા રસીકભાઈ રણછોડભાઈ આખજા રે. લોકીતા. લીલીયા ને બે વર્ષ ની સજા કરવામા આવેલ અને ચેકની રકમ .રૂા. 2,49,747/-તથા પરનુ વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કરેલ. સજા ભોગગવા લીલીયાના પ્રિનસીપાલ સિવલ જજ અને જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે હુકમ કરેલ છે . આમ આ હુકમ થતા મંડળીના બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયેલ છે. આરોપી નામદાર અદાલતમા ગેરહાજર રહેલ હોય જેથી આરોપી સામે સજા વોરન્ટ ઇસ્યુ કરી એસપી.. શ્રી અમરેલીને ધરપકડ કરી કરવા આદેશ કરવામા આવેલ
લીલીયામાં ક્રિષ્ના કો.ઓ. મંડળીમાંથી ધિરાણ લઈ હપ્તા નહિ ભરનારને 2 વર્ષની સજા : દંડ
Published on