Homeઅમરેલીમહુવા યાર્ડનું રૂા.511.50 કરોડનું વિકાસ કાર્યો સાથેનું બજેટ મંજુર

મહુવા યાર્ડનું રૂા.511.50 કરોડનું વિકાસ કાર્યો સાથેનું બજેટ મંજુર

Published on

spot_img

મહુવા,
તા.9/3/ર4 શનિવારના રોજ મહુવા બજાર સમિતિની બજેટ બેઠક મળી હતી જેમાં ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે રૂ511.50 કરોડનાં વિકાસકાર્યો સાથેનું રૂ.7.07 કરોડની પુરાંતવાળુ બજેટ 2જુ કર્યું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ.મહુવા માર્કેટીંગ યાર્ડની ગત તા.9/3/ર4 નાં રોજ બજેટ બેઠક મળેલ હતી. જેમાં મહુવા માર્કેટીંગ યાર્ડનું ચેરમેનશ્રીઘનશ્યામભાઈ પટેલે અઢારમી વખત સતત વિકાસલક્ષી બજેટ રજુ કરેલ હતુ. ચેરમેનશ્રીએ આગામી વર્ષ માટે આ બજેટમાંતાલુકાનાં ખેડુતો માટે વિવિધ યોજનાઓ રજુ કરેલ જેમાં ડ્રીપ ઈરીગેશન, તાલપત્રી, ખેડુત અકસ્માત વીમો, ખેડુતલક્ષીમુકવામાં આવનાર અન્ય સહાયો વિગેરે મળી કુલ રૂગ.1.59/- કરોડની ફાળવણી કરવામાં આવેલ. તેમજ નવાવિકાસકામોમાં તાજેતરમાં બજાર સમિતિ દ્રારા રૂગ.15/- કરોડનાં ખર્ચે 17 વીઘા જમીન ખરીદ કરવામાં આવેલ છે. જેનો દસ્તાવેજ થઈ કબજો મળી જતા તેમાં કમ્પાઉન્ડ વોલ સાથે ઓક્ષનશેડો રૂગ. 8.70 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડનું અદ્યતન વિશાળ કોર્પોરેટ કક્ષાનું ઓફિસ બીલ્ડીંગ રૂ.4.20 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે જેમાં નીચે ગ્રાઉન્ડ ફલોરમાં વીસ જેટલી ઓફિસો બનશે જે વેપારીઓને જાહેર હરરાજીથી ફાળવવામાં આવશે. આ સીવાય હાલનું જુનુ ગેસ્ટ હાઉસ પણ રૂગ.51/- લાખનાં ખર્ચે રીનોવશેન કરવામાં આવશે આ સીવાય સરદાર પટેલ સાહેબની નવી પ્રતિમા મુકવામાં આવશે જે કુલ મળીને રૂગ.11.50 કરોડના વિકાસકાર્યો કરવાનું ઠરાવવામાં આવ્યુ. આ બજેટમાં નિયમાનુસારની અન્ય વહીવટી બાબતોની જોગવાઈ કરી બધાજ ખર્ચની ફાળવણીને અંતે ખર્ચ કરતા આવકનો વધારો રૂગ.7.07 કરોડ રહેવા પામેલ છે. આમ મહુવા તાલુકાનાં કૃષિ વિકાસમાં ખેડુતલક્ષી યોજનાઓ સાથે મહુવા માર્કેટીંગ યાર્ડનું વિકાસલક્ષી બજેટ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે રજુ કરતા તમામ સાથી સદસ્યશ્રીઓએ બજેટને હર્ષભેર વધાવી લીધેલ હતુ અને અભિનંદન પાઠવેલ હતા.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બજાર સમિતિ દ્રારા તાજેતરમાં સ્વભંડોળમાંથી જમીન ખરીદી કરેલ છે. આ સીવાય વિશાળ અદ્યતન ડાઈનીંગ હોલ બીલ્ડીંગ, ડોરમેટરી બીલ્ડીંગ વિગેરે બાંધકામો પુર્ણ થયેલા છે. જેના કારણે અત્યારે અદાતન માર્કેટીંગ યાર્ડ દેખાય રહેલ

Latest articles

15-09-2024

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં...

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર હોવા છતાં દર્દીઓ પરેશાન

ડેડાણ, હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ...

સુશાસનના 3 વર્ષ પૂર્ણ થતાં ક્રાંતિકારી નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી

અમરેલી, સંવેદનશીલ સરકાર અને ઉદારતાવાદી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા...

Latest News

15-09-2024

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં...

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર હોવા છતાં દર્દીઓ પરેશાન

ડેડાણ, હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ...