અમરેલી,
અમરેલી તાલુકા – શહેર કોંગ્રેસ દ્વારા મિટિંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું.લોકસભા 2024 ચૂંટણીલક્ષી લડત આપવા માટે સક્ષમ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ની ઉપસ્થિતિમાં જુના માર્કેટ યાર્ડ કોંગ્રેસ કાર્યાલયમાં સાંજના 5 કલાકે 28/3/2024 ના રોજ રાખવામાં હતી.જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પુર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન જેપી સોજીત્રા, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરુ તેમજ દરેક સમાજના કોંગ્રેસ કાર્યકર ભાઈઓ તેમજ ગામના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો એવું ઉમેદવાર જેનીબેન ઠુમ્મર એ જણાવ્યું