અમરેલી,
લીલીયા તાલુકાની શિક્ષણ કચેરીમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલ ધીરજલાલ વી. ઠુંમર, આચાર્ય, અંટાળીયા પ્રાથમિક શાળાના શિક્ષકને ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ખાતે આ વહીવટી કામગીરીનો ઓર્ડર કોના દ્વારા કરવામાં આવ્યો છે???આ શિક્ષક છેલ્લા 12-13 વર્ષોથી બાળકોના શિક્ષણના ભોગે ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ઓફીસમાં વહીવટી કામગીરી કરે છે. જેમાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.હાલમાં તારીખ 20/02/2024 નો નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગરના પત્ર અન્વયે તારીખ 22/02/2024 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અમરેલીએ પણ અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં કામગીરી ફેરફારથી કામ કરતા પ્રાથમિક શિક્ષકોના હુકમો સત્વરે રદ કરવા જણાવેલ છે. પરંતુ ઉપરોક્ત પરિપત્રને પણ ઘોળીને પી ગયા હોય તેવું ટી.પી.ઈ.ઓ. કચેરી, લીલીયા અમારી તાલુકા ટીમ (પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – લીલીયા) રજૂઆત કરવા ગયા તો તેમણે પણ કહેવામાં આવ્યું કે ધીરજલાલ ઠુંમર અમારા વિશ્વાસુ માણસ છે અને કોને કામ કરવા બોલાવવા કે કોને નહીં તે કચેરીએ જોવાનુ છે. તો શું લીલીયાના તાલુકાના આશરે 225 શિક્ષકોમાંથી બીજા કોઈ વિશ્વાસુ છે જ નહીં કે શું ?? આ ઉપરાંત લ્લ્છ્ આચાર્યો પણ છે જ ! જેઓ પાસે આ વહીવટી કામગીરી શા માટે કરાવતા નથી.આ ઉપરોક્ત બાબતોથી તો એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે ધીરજલાલ ઠુંમર અને તેમના મળતીયાઓ (સી.આર.સી. પ્રવિણભાઈ રાખસિયા અને અન્ય શિક્ષકો) આ ઓફિસે પડયા રહે છે જેમ પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી હોય. તેમજ લીલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ટી.પી.ઈ.ઓ. વિઝીટ દરમિયાન પણ આ શિક્ષકોને સાથે લઈ જાય છે. જેથી આ શિક્ષકોને ટી.પી.ઈ.ઓ.શ્રી આતુભાઇ મકવાણા પર સાથ સહકાર આપી રહ્યાનું સ્પષ્ટ પણે જ સાબિત થાય છે.જો ટી.પી.ઈ.ઓ.શ્રી આતુભાઇ મકવાણા ધીરજલાલ ઠુંમર અને તેમના મળતીયાઓને ઓફીસે બોલાવતા રહેશે તો ના છૂટકે અમારી ટીમને આંદોલનાત્મક કાર્યક્રમ અને ગાંધીનગર ઉપલી કક્ષાએ જાણ કરવી પડશે.
લીલીયાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષક અને તેના મળતીયાઓને છાવરતુ શિક્ષણતંત્ર
Published on