રાજુલા,
ગત રાત્રીના આશરે સાંજના 06/30 વાગ્યાના આસપાસ ચૌત્રા ગામેથી પરપાંતીય મજુરના બાળકો ચૌત્રા ગામના દિલુભાઇ ભાભલુભાઇ બોરીચાની વાડીએથી દિલુભાઇ ભાભલુભાઇના ઘરે ગામમાં દુધ લેવા માટે ગયેલ હોય. અને ત્યારબાદ બે-અઢી કલાક થવા છતાં બાળકો ઘરે પરત આવેલ ન હોય જેથી બાળકોના માતા-પીતા બાળકો બાબતે શોધખોળ કરતાં મળી આવેલ ન હોય જેથી બાળકના માતા-પીતાએ તુર્તજ રાજુલા પોલીસને જાણ કરતા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઈ.જે.ગીંડા દ્રારા તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તથા ગામ રક્ષકદળ તેમજ વનરક્ષક ટીમ દ્રારા પો.ઇન્સની જરૂરી સુચના તેમજ માગદર્શન હેઠળ ચૌત્રા ગામની સીમમાં અલગ-અલગ દિશામાં બાળકોની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ગુમ થયેલ ત્રણેય બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતાને સોપી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે. ગુમ થયેલ બાળકોની (1) સોહમ ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.10 ,(2) ભારત ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.07, (3)રેશમા ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.12 રહે.તમામ પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું