અમરેલી,
અમરેલી સંસદીય મતક્ષેત્રના સાતે સાત વિધાનસભા વાઇઝ થયેલ આયોજન મુજબ ભાજપનું પ્રથમ સંમેલન આજે રાજુલામાં લોકસભાના કલ્સ્ટર ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાઇ રહયું છે. અમરેલી લોકસભા સીટના કલ્સ્ટરઇન્ચાર્જ અને રાજય સરકારના પુર્વ મંત્રી તથા ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજુલામાં યોજાનાર ભાજપના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હોય મહુવા-ગારીયાધાર સહિતના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ભાજપનું નેટવર્ક કામે લાગ્યું અમરેલી લોકસભા બેઠકના સંયોજક શ્રી પુનાભાઇ ગજેરાની દેખરેખમાં આયોજન થઇ રહયું છે રાજુલામાં આજે સાંજે પાંચ વાગ્યે યોજાનાર સંમેલનમાં દરેક અપેક્ષીત કાર્યકર્તાને રાજુલા વિધાનસભા સંયોજક શ્રી રવુભાઇ ખુમાણે એક યાદીમાં જણાવ્યું