અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી તાલુકા, નાગેશ્રી, જાફરાબાદશહેર, ધારી, જાફરાબાદ મરીન, મરીન પીપાવાવ, અમરેલી શહેરમાં પોલીસે જુદા જુદા સ્થળોએથી નશાખોરોને ઝડપી પાડી જેલની હવા ખવડાવી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી 1 મહિલા સહિત પાંચ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં જેમાં ડુંગર, ખાંભા, નાગેશ્રી, જાફરાબાદ શહેર, ધારી, જાફરાબાદ મરીન, અમરેલી શહેર, રાજુલા, સાવરકુંડલા શહેરમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી