બાબરાના ખંભાળાની સીમમાં 579 દારૂની બોટલો ઝડપાઇ

બાબરા,
બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ખંભાળા ગામે ભગાધારવાળુ નામે ઓળખાતી સીમમા જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા રહે.ઇતરીયા તા.ગઢડા વાળો ઇસમ પોતાની વાડીએ આવેલ ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલ છે તેવી હકીકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી વાકેફ કરી હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા નીચે મુજબનો મુદામાલ મળી આવેલ છે. તેમજ સદરહુ પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા હાજર નહી મળી આવેલ હોય જેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ 65(એ)(ઈ),116(બી) હેઠળ કાર્યવાહી કરેલ.આ કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના શ્રી સી.એસ.કુગસીયા તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા એ.એસ.આઇ જે.આર.હેરમા તથા હેડ.કોન્સ આર.બી.પનસુરીયા તથા પો.કોન્સ મહાવિરસિંહ સિંધવ તથા ગોકુળભાઇ રાતડીયા તથા પ્રકાશભાઇ ગરૈયા તથા રામદેવસિંહ સરવૈયા તથા ભુપતભાઇ સરસીયા તથા રણછોડભાઇ આલગોતર દ્રારા કરવામા આવેલ.