ભલે મનોરંજનમાં ધૂમ મચાવે પરંતુ હજુ દેશમાં ટેલિવિઝનનો ડંકો છે

ભલે મનોરંજનમાં ધૂમ મચાવે પરંતુ હજુ દેશમાં ટેલિવિઝનનો ડંકો છે

શું ભારતના લોકો મનોરંજન પાછળ વધુ કે ઓછો ખર્ચ કરે છે? આનો ટૂંકો જવાબ એ છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજન પરનો ખર્ચ થોડો વધ્યો છે, જ્યારે શહેરોમાં તે ઓછો થયો છે. આ માહિતી વર્ષ માટે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેમાંથી પ્રાપ્ત થઈ છે.
આ સર્વેમાં ખાદ્ય અને બિન-ખાદ્ય બંને વસ્તુઓ પર થતા ખર્ચને પણ ટ્રેક કરવામાં આવ્યો છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજન પર માથાદીઠ માસિક ખર્ચ સતત વધી રહ્યો છે અને તે ઈ. સ. 1999-2000માં ટકાથી વધીને વર્ષ 2011-12માં 0.99 ટકા થયો છે. ત્યારપછીના દાયકામાં, વર્ષ 2022-23માં તે વધીને 1.09 ટકા થયો. આ વર્ષોમાં લગભગ 10 ટકાનો વધારો છે.
શહેરી વિસ્તારોમાં માથાદીઠ મનોરંજનનું પ્રમાણ 1999-2000માં 1.16 ટકાથી વધીને 2011-12માં 1.61 ટકા થયું. ત્યારથી 2022-23માં તે ઘટીને 1.58 ટકા થઈ ગયો છે. સર્વેમાં જણાવાયું છે દેશના ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજન સહિત વિવિધ વસ્તુઓ પર માસિક સરેરાશ 234 રૂપિયા ખર્ચવામાં આવે છે, જ્યારે દેશના શહેરી વિસ્તારોમાં આ વસ્તુ પર માસિક 424 રૂપિયા ખર્ચવામાં આવે છે.
વાસ્તવમાં, નેશનલ સેમ્પલ સર્વે ફિસે 2, 61,746 ઘરનો સર્વે હાથ ધર્યો હતો. મોટાભાગના મનોરંજન વ્યવસાયો જેમ કે ફિલ્મ, ટેલિવિઝન અથવા સ્ટ્રીમિંગ પૈસા કમાવાના બે રસ્તા છે. જાહેરાતકર્તાઓને દર્શકોનો સમય વેચીને અથવા સીધા દર્શકો પાસેથી ફી અથવા સબ્સ્ક્રિપ્શન ફી વસૂલ કરીને કમાઈ શકાય છે.
સર્વેક્ષણ ડેટામાં સ્પષ્ટપણે જાહેરાત-સમર્થિત ફ્રી-ટુ-એર અથવા ફ્રી-ટુ-વ્યૂ મનોરંજન વપરાશનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે ભારતીય મીડિયા અને મનોરંજન બિઝનેસની રૂ. 2.3 લાખ કરોડની આવકમાં જાહેરાતની આવકનો હિસ્સો ટકા હતો. આ સર્વે માત્ર પેઇડ માહિતી અને સંભવત: ટેલિવિઝન, મૂવીઝ અને સ્ટ્રીમિંગ સુધી મર્યાદિત છે. ટેલિવિઝન એ ભારતમાં સૌથી મોટું માધ્યમ છે. તે લગભગ 90 કરોડ લોકોની પહોંચ ધરાવે છે અને 2023માં (જાહેરાત અને ફી સહિત) આશરે રૂ. 69,600 કરોડની કમાણી થવાની ધારણા છે.
જેના ખરા આંકડાઓ હજુ થયા નથી. આ દાયકામાં (અને પાછલા દાયકામાં પણ) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટીવી પર કડક ભાવ નિયંત્રણો લાદ્યા છે. આ નિયંત્રણનો અર્થ એ છે કે સામાન્ય ફુગાવો પણ કેબલ અથવા ડાયરેક્ટ ટુ હોમ કિંમતોને અસર કરી શકતો નથી.
છેલ્લા ત્રણ વર્ષમાં, ફી ટીવી પરિવારોની સંખ્યા અંદાજિત 165 મિલિયનથી 90 મિલિયન થઈ છે. ટીવી ઉદ્યોગને અસર કરતા ભાવ નિયમનથી દેશનો ગ્રામીણ વિસ્તાર કેમ પ્રભાવિત ન થયો? આનું કારણ એ છે કે ગ્રામીણ ભારતના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશની વસ્તીમાં પે ટેલિવિઝન (કેબલ અથવા ડીટીએચ દ્વારા)નો પ્રવેશ ખૂબ ઓછો છે. કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ગ્રામીણ અને શહેરી બંને સૌથી વધુ કેબલનો પ્રવેશ છે.
ઈ. સ. 1999-2000 અને ત્યારપછીના વર્ષોના ડેટામાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. શું પહોંચ અને વપરાશમાં વધારો થયો છે તે મફત વિડિઓ છે. તેને ઓફર કરતા બે સૌથી મોટા પ્લેટફોર્મ ડીડી ફ્રીડિશ અને યુટ્યુબ છે જેમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા એક દાયકામાં, મફત ડીટીએચ સેવા, ડીડી ફ્રીડિશ, ટેલિવિઝન ક્ષેત્રની સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવી છે. તે હવે હિન્દીભાષી રાજ્યોમાં અંદાજિત 5 કરોડ પરિવારો (24 કરોડ લોકો) સુધી પહોંચી રહ્યું છે. ડીડી ફ્રીડિશની કિટમાં વન ટાઈમ લગભગ રૂ. 1,000-1,200નો એક સમયનો ખર્ચ સામેલ છે અને તેનો કોઈ રિકરિંગ ખર્ચ નથી.
ઈ. 2023માં ઈન્ટરનેટના 510 મિલિયન અનન્ય મુલાકાતીઓમાંથી મોટાભાગના યૂ ટ્યૂબ વ(મોટા પ્રમાણમાં મફત સ્ટ્રીમિંગ સેવા)ના સબ્સ્ક્રાઇબર્સ હતા. આર્થિક વિકાસની ધીમી ગતિ અને દેશના ગરીબ શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું મફત ટેલિવિઝન સેવાઓ લેવાનું વલણ પણ અલગ વાત સૂચવે છે. જો આ પહોંચને માપવા માટે ઉપકરણોની દખલગીરીને આધાર તરીકે લેવામાં તો દેશના ગરીબ, નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોનો એક મોટો વર્ગ 2020 થી શરૂ કરીને બે વર્ષથી વધુ સમય સુધી મુશ્કેલ સમયમાં હતો. આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ સ્થિર થઈ ગયો હતો.કોરોના કાળ પછી ચીપની અછતના કારણે સ્માર્ટફોનના ભાવ સતત વધતા રહ્યા. ઇન્ટરનેટ એક્સેસ કરવા માટેનું સૌથી મોટું સ્માર્ટફોન જ છે. એક સાદો ફોન કે જેને ડબલા તરીકે ઓળખવામાં આવે છે તેની કિંમત 1200 રૂપિયાથી ઓછી છે. જ્યારે કે સૌથી સસ્તો સ્માર્ટફોન 5500 કે તેથી વધુમાં મળવાનો ચાલુ થાય છે. આવી રીતે જોવા જઈએ તો બંને વચ્ચેનો તફાવત 4,000 જેટલો છે. આ 4,000 ની ગહન ખાઈ પસાર એ મધ્યમ વર્ગ માટે સહેલું નથી. આ કારણે જ લગભગ ત્રણ વર્ષમાં ફિચર ફોનથી સ્માર્ટફોન સુધીનો કુદરતી વિકાસ ધીમો પડી ગયો છે.