રાજુલા,
પીપાવાવ મરીન પો.સ્ટે ના ગુન્હામાં વોન્ટેડ આરોપી મહેશભાઇ મારવાડી છેલ્લા ત્રણ ચાર મહિનાથી પોતાની ઘરપકડ ટાળતો હોય અને રાજસ્થાન રાજયનો રહેવાસી હોય અને આજદિન સુઘી પકડવાનો બાકી હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમા બે ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ટેકનીકલ સ્ત્રોત ના આઘારે તથા ખાનગી બાતમી આઘારે તપાસ કરતા કરાવતા આ કામનો આરોપી મહેશભાઇ મારવાડી હાલ સુરેન્દ્રનગર ચોટીલા – સાયલા પાસે હોવાની ખાનગી હકીકત મળતા આરોપી મહેશભાઇ મારવાડીને ચોટીલા સાયલા હાઇવે રોડ પર આવેલ હોટલ પરથી પકડી પાડી રાજુલા પોલીસ સ્ટેશન લાવી ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર કાર્યવાહી રાજુલા પોલીસ ટીમે કરી