વેરાવળ બંદરે બોટમાં આગ લાગી

વેરાવળ બંદરે બોટમાં આગ લાગી

ગીર સોમનાથ,
વેરાવળ બંદર ખાતે બોટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે, વેરાવળ ફાયરબ્રિગેડ સ્ટાફ દ્વારા ત્વરીત પહોંચીને આગને વિસ્તરતી અટકાવવામાં આવી હતી અને ત્વરીત જ પાણીનો મારો ચલાવી બૂઝાવવામાં આવી હતી.બંદર વિસ્તારમાં આજરોજ વહેલી સવારે બોટમાં આગ લાગી હતી. જેની જાણ ઇન્સ્પેક્ટર રવેસિંહ વાઢેર દ્વારા ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. જે પછી ફાયર બ્રિગેડના ફાયરમેન મયંકભાઈ ડાભી, રોહિતભાઈ વંશ, વિક્રમભાઈ ખટાણા સહિતનો ફાયર સ્ટાફ આગ બૂઝાવવાની સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો.ફાયરબ્રિગેડની ટીમે બોટમાં લાગેલી આગની ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી અને વધુ વિસ્તરતી અટકાવી હતી. આ સાથે જ પાસેની બોટમાં ડીઝલના બેરલ, લાકડાનો જથ્થાને દૂર કરવામાં આવ્યા હતાં. તેમજ ફાયર ટીમની સતર્કતાભરી કામગીરીના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી અને આગથી વધુ જાનમાલની નુકસાની ટળી