ધારીમાં બે દિવસમાં ફાયર સેફ્ટી માટે 22 જગ્યાએ સીલ મરાયાં

ધારીમાં બે દિવસમાં ફાયર સેફ્ટી માટે 22 જગ્યાએ સીલ મરાયાં

ધારી,

ધારીમાં ફાયર સેફ્ટી માટે બે દિવસમાં રિસોર્ટ અને ડાયનીંગ હોલ મળી 22 જગ્યાએ સીલ મારી દેવામાં આવ્યાં છે. લોકોની સલામતી માટે લેવાઇ રહેલા સારા પગલામાં લોકોને ખટકો એ છે કે, જેમને જાણ કરાઇ હોય અને અવગણનાં કરી હોય તેની સામે પગલા જરૂરી છે પણ કોઇ પણ જાણ કર્યા વગર સીધ્ાુ જ સીલ લાગતા વેપારીઓમાં ડરનો માહોલ છવાયો છે. ધારી, દુધાળા, રાજસ્થળી, ત્રંબકપુર સહિત નવ સ્થળોએ રેસ્ટોરન્ટ, ફાર્મ અને રિસોર્ટ સીલ કરી દેવામાં આવ્યાં બાદ આજે તા.29નાં બીજા દિવસે ધારી શહેરમાં ચેકીંગ હધથ ધરવામાં આવ્યું હતું અને આજે પટેલ રેસ્ટોરન્ટ, ઘનશ્યામ ડાયનીંગ હોલ, સુરતી ખમણ એન્ડ સ્વીટ, ભગવતી રેસ્ટોરન્ટ, હોટલ શ્રધ્ધા, ગાયત્રી રેસ્ટોરન્ટ, ગણેશ ડાયનીંગ હોલ, અન્નપુર્ણા ડાયનીંગ હોલ, રોયલ પ્લાઝા, ખોડીયાર હોટલ માલધારી, ફરસાણ દુકાન બસસ્ટેશન સામે, ગાઠીયા રથ ધારી અને લક્ષ્મી રેસ્ટોરન્ટ મળી13 જગ્યાએ તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે અને નિયમ પ્રમાણે સાધનો વસાવવા અને તેની જાણ કર્યા બાદ દુકાનો ખુલશે તેવી સુચના આપવામાં આવી છે. ધારીમાં એ બાબતનો કચવાટ છવાયો હતો કે અગાઉ સલામતીનાં શું પગલા લેવા જોઇએ તેની પુર્વ જાણ કર્યા વગર ધારીમાં અચાનક ચેકીંગ કરી સીલ કરાતા અનેક નાના દુકાનદારો, હોટલો, ડાયનીંગ હોલ, ફાસ્ટફુડનાં રાંધ્ોલા ધાનનો બગાડ થયો હતો અને ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને મોટો ફટકો પડ્યો હતો. અને બહારથી આવેલ લોકો ભુખ્યા રહ્યાં હતાં. હોટલ માલીકોએ મુદ્દત આપવાની માંગ કરી હતી પરંતુ કડક પગલા લેવાયા હતાં.