રાજુલા,
ભાવનગર સોમનાથ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતાનું પ્રમાણ ખૂબ જ વધતા જાય છે ભાવનગર સોમનાથ હાઇવે પર હાઇવે નું કામ ચાલુ હોય અને અનેક જગ્યાઓ ઉપર કોઈપણ જાતના સાઈનબોર્ડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જવાની ઘટનાઓ બનવા પામી રહી છે અને આમાં અનેક લોકોએ જાન પણ ગુમાવવાની ઘટનાઓ બનવા પામેલ છે ત્યારે આવી જ ઘટના જાફરાબાદ તાલુકાના કાગવદર થી ભટવદર વચ્ચે ટ્રક પલટી ખાઈ જવાની ઘટના બનવા પામેલ છે જેમાં જોકે ડ્રાઇવરનો આબાદ રીતે ચમત્કારી બચાવ થવા પામેલ છે પરંતુ આ ઘટનામાં જાણવા મળતી વિગત મુજબ રોડ વચ્ચે માટીનો પાળો બનાવેલ હોવાથી અને કોઈપણ જાતના નિશાની મુકેલ ન હોવાથી આ વાહન પર ડ્રાઇવર કંટ્રોલ ન કરવાના કારણે આ અકસ્માત બનવા પામેલ છે અનેક જગ્યાઓ ઉપર હાઇવે દ્વારા આવા માટીના પાળાઓ બનાવવામાં આવેલ છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવેલ છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા આવી જગ્યાઓ ઉપર પ્રવાસી જનતાને ખબર પડે તેવી રીતે સાઈનબોર્ડ મૂકવા જરૂરી આવી અકસ્માતની ઘટનાઓ પાછળ જવાબદાર કોણ ?