જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા શ્રી અજય દહિયાની સુચના

જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા શ્રી અજય દહિયાની સુચના

અમરેલી,
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો આપ્યા હતા. નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા અમરેલી સહિતના સભ્યશ્રીઓને માર્ગ સલામતી માટેના કાર્ય સતત રાખવા માટે સૂચન કર્યુ હતુ.બેઠકમાં એ.આર.ટી.ઓ શ્રી પઢિયાર દ્વારા સમગ્રતયા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરુરી સૂચનો કર્યા હતા. અમરેલી નગરના શહેરી વિસ્તારમાંથી પસાર થતા મહત્ત્વના રોડ પર આવતી સોસાયટીના એપ્રોચ રોડ પર અંદરની તરફ સ્પીડ બ્રેકર મૂકવાનું સૂચન જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યુ હતુ. દ્વિચક્રી વાહનચાલકોને પાણી ભરાઈ જવાની સ્થિતિમાં અકસ્માતનો સામનો ન કરવો પડે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર ચોમાસા દરમિયાન માર્ગો પર પડતા ખાડાઓનું સમારકામ કરવાનું સૂચન કર્યુ હતું. આ બેઠકમાં એ.એસ.પી.શ્રી વલય વૈદ્ય, એ.આર.ટી.ઓ અમરેલીશ્રી પઢિયાર, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકા અમરેલીના ચીફ ઓફિસર સહિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા