ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા કરાવતા બાબરાના એડવોકેટ શ્રી રાજુભાઈ બારૈયા

ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા કરાવતા બાબરાના એડવોકેટ શ્રી રાજુભાઈ બારૈયા

બાબરા,

વડીયા તાલુકાના મોટી કુકાવાવ ગામના રહીશ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ મોટી કુકાવાવ ગામે ઘણા સમયથી પટેલ ઓટો કન્સલ્ટ ના નામે સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડીનો લે વેચ નો વ્યવસાય કરે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલા ગામના રહીશ મેરાજભાઈ બાબાભાઈ રબારી પણ સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડીનો લે વેચ નો વ્યવસાય કરે છે મેરાજભાઈ બાબાભાઈ રબારી અવાર નવાર પટેલ ઓટો કન્સલ્ટ માંથી સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડી લઈ જતા હતા જેથી પટેલ ઓટો કન્સલ્ટના પ્રોપરાઇટર વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ તથા મેરાજ ભાઈ બાબાભાઈ રબારી એકબીજાના પરિચયમાં આવેલા અને મેરાજભાઈ બાબાભાઈ રબારી એ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ સાથે સારા સંબંધો કેળવેલા તારીખ 26-6-2023 ના રોજ મેરાજભાઈ બાબાભાઈ રબારીએ પટેલ ઓટો કન્સલ્ટ માંથી રૂ. 31,82, 980 ની કિંમતની પાંચ સેકન્ડ હેન્ડ ફોરવીલ ગાડીઓ 15-20 દિવસની મુદત માટે ડેબિટમાં ખરીદ કરેલ ત્યારબાદ મેરાજભાઈ બાબાભાઈ રબારીએ પટેલ ઓટો કન્સલ્ટની લેણી રકમ ચૂકવવા માટે રૂ. 31,82,980 નો ચેક લખી આપેલ ત્યારબાદ સદર ચેક બેંક માંથી રીટર્ન થતાં પટેલ ઓટો કન્સલ્ટના માલિક વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈએ મેરાજભાઈ બાબાભાઈ રબારી રહે .મોરીલા વાળા સામે વડીયાના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટર શ્રી રવિ કુમાર આર. પરમારની કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 ના ગુના મુજબની પ્રાઇવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. ત્યારબાદ નામદાર કોર્ટે મેરાજભાઈ બાબાભાઈ રબારી રહે. મોરીલા વાળા સામે કાનૂની કાર્યવાહી ચાલુ કરી ટ્રાયલ ચલાવવામાં આવેલ ત્યારબાદ વડીયા ના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી રવિ કુમાર આર. પરમાર ની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ પોતાનો કેસ આ કામના આરોપી વિરુદ્ધ સાબિત કરતા વડીયાના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી રવિ કુમાર આર. પરમારે આરોપી મેરાજભાઈ બાબાભાઈ રબારી રહે.મોરીલા વાળાને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ ચેક ની રકમ દંડ પેટે ફરિયાદી વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ ને ચૂકવી આપવાનો પણ હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી પટેલ ઓટો કન્સલ્ટ ના પ્રોપરાઇટર વિપુલભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ રહે. મોટી કુકાવાવ વાળા તરફે બાબરાના સિનિયર એડવોકેટ શ્રી રાજુભાઈ બારૈયા રોકાયેલા હતા.