અમરેલીમાં બરોડા કિસાન મેળો યોજાયો

અમરેલી,
ક્રેડીટ કેમ્પ, મેગા ક્રેડીટ કેમ્પ સાથે અમરેલીમાં તા.30-11 ગુરુવારના લીલીયા રોડ ઉપર આવેલ ખેડુત તાલીમ કેન્દ્રમાં બેન્ક ઓફ બરોડા દ્વારા બરોડા કિસાન મેલાનું બેંક ઓફ બરોડાના રીજીયોનલ ઓફીસ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલ બેંક ઓફ બરોડાની રીજીયોનલ ઓફીસ ભાવનગર અને અમરેલી જીલ્લાની બ્રાંચો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઝોનલ રીજીયન તેમજ અમરેલી અને ભાવનગરના અધીકારીઓ કૃષી વૈજ્ઞાનીક, નાબાડના અધીકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.ખેડુતોએ જમીન અને પાણીની ચકાસણી કરી ખેતી પાકોનું વાવેતર કરવું જોઈએ. રાસાયણીક ખાતરો અને ઝેરી દવાઓના કારણે જ્યારે ખેતી બંજર બની રહી છે ત્યારે ખેડુતોએ પ્રાકૃતીક ખેતી તરફ વળવા જણાવ્યું હતુ.ખેડુતોને સરકાર દ્વારા મળતી સહાય જેમા ટ્રેક્ટર લોન, પાક ધીરાણ, ગોડાઉન માટેની લોન જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા અધિકારીઓએ જણાવ્યું હતુ. રાસાયણીક ખાતરો અને ઝેરી દવાના ઉપયોગથી પકવાતા ખેતીપાકોના કારણે આજે લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. પશુઓ અને પક્ષીઓ પણ બીમાર પડે છે જેથી ખેડુતોએ પોતાના ઘરે ગીરગાય લઈ પ્રાકૃતીક ખેતી તરફ કદમ માંડવા જરૂરી બન્યું છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામના એક ખેડુતએ કલ્પસ્તરીય ખેતી કરી ખેતીપાકો લઈ રહ્યા છે.બેંક ઓફ બરોડાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા કરવામાં આવી હતી. અમરેલી બેંક ઓફ બરોડાની મુખ્યશાખાની સ્થાપનાને 100 વર્ષ પુરા થયા ખેડુતોએડ્રીપઈરીગેશનપદ્ધ્તીથીટેક્નોલોજીના ઉપયોગથી અસરકાર ખેતી કરવા અને સરકારશ્રીની મળતી સહાયનો લાભ લેવાખેડુતોનેજણાવ્યું હતુ. બેંક ખેડુતો માટે છે. જેથી ખેડુતોએ બેંક પ્રત્યેનો ડર દુર કરવો જોઈએ.પશુપાલન માટે પણ લોન મળી શકે છે જેનો પશુપાલકોને લાભ લેવા જણાવ્યું હતુ.બેંક દ્વારા લાભાર્થીઓેને ચેક તેમજ ટ્રેક્ટર અને વાહનની ચાવીઓ પણ અર્પણ કરી હતી.કિસાન મેળામાં લાભાર્થી ભુમિકા સીડઝ માહીઓઈલ ઈન્ડ્રીઝ, કનુભાઈ ભવાનભાઈ સુતરીયા, ભુપતભાઈ ડાયાભાઈ જીણજા પ્રભુ સખી મંડલ ઉપસ્થિત રહેલ તેમને ધીરાણ અપાયું હતુ. કિસાન મેળામાં ગુજરાત ફાર્મીગ યુનિવર્સીટીના ડો.સી.કે.ટીમાણીયા ડેપ્યુટી ઝોનલ મેનેજર, જે.બી.રોહડા અને સંતોષ કુમાર તથા ક્ૃષી વિજ્ઞાનનાં ડાયરેક્ટર ઈન્ચા.ડો.પી.એ.પ્રજાપતી નાબાળના શ્રી ઝાલા, બીઓબીના ઝનરલ ચીફ મેનેજર શંકરકુમાર સર્મા, ઝોનલ ઈન્ચાર્જ ચેતન ગોહિલ, ડીઆરએમ શ્રી સનોજ કુમાર, ડો. પી.જે.પ્રજાપતી, સહિતની ઉપસ્થિતીમાં લાભાર્થીને ચેક અપાયા હતા. આભારવિધી શીવશંકર કુમાર સર્માએ કરી હતી.બાદમાં કિસાન મેળાની સૌએ મુલાકાત લીધી