ડુંગળીની નિકાસબંધી હટાવવા અમરેલી કિસાન સંઘનું આવેદન

અમરેલી,
ડુંગણીની નિકાસ બંધી કરેલ છે. તે હટાવવામાં આવે કારણ કે, ઓણ સાલ ચોમાસામાં અમરેલી જિલ્લામાં પહેલા અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનાં કારણે ખેડુતોને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. તો આ જિલ્લાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવેલ નથી અને ખેડુતોને પાછળથી આવા નિકાસ બંધીને કારણે અનંત માઠી દશા બેઠી છે તો કપાસ, ડુંગળીમાં વહેલી તકે નિકાસ બંધી હટાવવા ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા દ્વારા મુખ્ય મંત્રીને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નિકાસ બંધી હટાવવા માંગ કરી છે. તેમજ સરકારશ્રી દ્વારા તાર ફેન્સીંગની યોજના જે લાગુ કરેલ છે તેથી 2 થે 5 મીનીટ જ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.જે ખેડુતોને માટે મશ્કરી સમાન છે. તો કાયમી ધોરણે આ યોજના ચાલુ રાખવા પણ કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. તેમજ બાગાયતી વિસ્તારમાં ખેતીવાડી માટે કેબલ યોજના શરૂ કરવી કારણ કે, ખેતીવાડી ફરતી તાર ફેન્સીંગ હોવાથી શોર્ટ સર્કિટનાં કારણે ખેડુતો તમે જંગલી પ્રાણીઓનાં જાનહાનીનો ભય રહે છે.