જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા,
સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ ઉપરાંત કચ્છ ના વ્રજવાણી ખાતે ભૂતકાળ માં ભગવાન શ્રી કૃષ્ણ ના ઢોલ ના તાલે સાત વિસુ આહિરાણીઓ સાથે રાસ લીધા હતા અને ત્યારે આહિરાણીઓ એ પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી એ મહારાસ માં કૃષ્ણમય બની હતી આ ઘટના પણ હિન્દૂ ધર્મ માં ઐતિહાસિક મનાય છે. એના હજારો વર્ષ પછી ફરી આહીર સમાજની બહેનો દ્વવારા ઇષ્ટદેવ દ્વારકાધીશ ના ઢોલ ના તાલે ફરી કૃષ્ણમય બનવા માટે, પોતાના ઇષ્ટદેવ ની આરાધના કરવા માટે, સનાતન હિન્દૂ ધર્મ ની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે દ્વારકાધીશ ના સાનિધ્યમાં દ્વારકાનગરી ખાતે આગામી 23 અને 24 ડિસેમ્બર ના રોજ મહારાસ ની આયોજન કરવામાં આવ્યુ છે. આ મહારાસ માં 370000 થી વધુ આહીર સમાજની બહેનો એક સાથે રાસ લેવાની છે. ત્યારે આ મહારાસ માં ભાગલેવા માટે અમરેલી જિલ્લા આહીર સમાજની 2500 થી વધુ બહેનો જોડાવાની છે સાથે સમગ્ર જિલ્લા ના દેવી દેવતાઓ પણ આ રાસ માં જોડાય તે માટે આહીર સમાજની બહેનો નિમંત્રણ પત્રિકા રૂપી પ્રાર્થના કરતી જોવા મળી છે. જેમા અમરેલી જિલ્લા ના લોકોની આસ્થા સમાન ભીડ ભજન મહાદેવ,સિદ્ધિ વિનાયક, ભુરખિયા હનુમાનજી,ધારી – ગળધરા ખોડિયાર માં,દરેડ -આપા મેરામની જગ્યા,કોવાયા -લક્ષ્મી નારાયણ,ચંચુડેશ્વર મહાદેવ, સાવરકુંડલા – ગોડકાહનુમાનજી મહારાજ સહીત જિલ્લા ના લોકોની આસ્થા સમાન તમામ દેવી દેવતાઓને મહારાસ માટે આહીર સમાજની બહેનો એ પરંપરાગત પહેરવેશ માં જઈ નિમંત્રણ પાઠવ્યું હતુ. અમરેલી જિલ્લા ની બહેનોની આ વ્યવસ્થા માં જિલ્લા લેવલે સરોજબેન ડેર અને ભાવુબેન આહીર સંભાળી રહ્યા છે જયારે અમરેલી શહેર માં ગીતાબેન વાઘ, શિલ્પાબેન ભૂવા બાબરા તાલુકા માં અંજુબેન કનાળા, નીતાબેન ડેર સવારકુંડલા તાલુકા માં દક્ષાબેન બાંભણિયા, જયશ્રીબેન વાઘમશી ધારી તાલુકા માં દેવાંગીબેન કાતરીયા લીલીયા તાલુકા માં ભાવિકાબેન જોટવા લાઠી તાલુકા માં નેહલબેન બાખલકીયા અને અમરબેન ડેર,કુંકાવાવ તાલુકા માં મીરાબેન ડવ અને આશાબેન ભૂવા, રાજુલા તાલુકા માં ભાવુબેન આહીર દ્વારા સંકલન કરી આ મહારાસ માં 2500 થી વધુ બહેનો જોડાશે અને 250 થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા અને રસોડા ની કામગીરી સાંભળશે આ માટે દ્વારકા જવા ની વ્યવસ્થા ટ્રાવેલ્સ અને ખાનગી વાહનોમાં કરવામાં આવી છે ઉપરાંત પોરબંદર ના ચૌટા ખાતે પણ જમણવાર ની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ આહીર સમાજ ની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી સાથે કૃષ્ણમય બની આહીરો અમે એક લોહીયા છે તેવુ શ્રેષ્ઠ ઉદાહરણ સાથે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે સમગ્ર દેશ, ગુજરાત અને અમરેલી જિલ્લાની આહીર સમાજની બહેનો માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર સંકલન માં અમરેલી જિલ્લા યુવા આહીર સમાજના પ્રમુખ કમલેશભાઈ ગરણિયા દ્વવારા માર્ગદર્શન અને આયોજન કરવામા આવી રહ્યું