ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત

ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત

ભારત દેશને 2047 માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના 100 વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા નગરપાલિકા ટીમ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો લક્ષી યોજના થકી છેવડાના વ્યક્તિની માહિતી પહોંચાડવી, મોદી સરકાર દ્વારા પાંચ વર્ષ ગરીબોને મફત અનાજ મળશે ,જ્યારે ઘર ઘરનું મહત્વ પૂર્ણ અંતિમ તબક્કામાં હોય બાળકના જન્મથી માણસના મૃત્યુ સુધી દરેક તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા માનવી સહયોગ નો સુંદર અભિગમ ખરા અર્થમાં સાબિત થતો હોય તેવું આયુષ્માન ભારત યોજના સફળતાની ગરીબોના આશીર્વાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે હોય તેના ફળસ્વરૂપે સરકારની લાભો ઘર ઘર સુધી પહોંચે તે માટે વિકસિત ભારત યાત્રાના સંકલ્પને સાર્થક કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે પાણી, શિક્ષણ, રેલવે, કૃષિ સિંચાઈ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે ત્યારે વિકસિત યાત્રા સંદર્ભે આરોગ્ય ટીમ દ્વારા લોકોની તપાસણી સ્થળ પર ડાયાબિટીસ, બીપી, વગેરે ની તપાસણી મેડિકલ ઓફિસર શ્રી ધ્રુવીન સૂચક તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ અને સાથે આયુષ્માન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી ઉજ્વલા યોજના હેઠળ લાભાર્થી નું રજીસ્ટ્રેશન કરી ગેસની કીટ અને બાટલા વિતરણ કરવામાં આવ્યું, પીએમ વિશ્વકર્મા યોજનાની માહિતી આપવામાં આવી હતી, ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધામાં સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કર્યા તેમનું સન્માન કરવામાં આવ્યું, આંગણવાડીના લાભાર્થી બહેનોને માતૃશક્તિ પૂર્ણ શક્તિ ની કીટ અર્પણ કરવામાં આવી હતી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ ની ચાવી અર્પણ કરવામાં આવી હતી આ સંકલ્પ યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, ઉપપ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા પ્રતિકભાઇ નાકરાણી ,કારોબારી ચેરમેન સાવરકુંડલા નગરપાલિકા અશોકભાઈ ચૌહાણ ,  ચીફ ઓફિસર એચ.પી બોરડસાહેબ , મામલતદાર અને સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી તમામ નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો , શહેર ભાજપ હોદ્દેદાર શ્રીઓ, યુવા ભાજપ હોદ્દેદારો, વિવિધ શાખાના પદાઅધિકારીઓ, અગ્રણીઓ ભાઇઓ, બહેનો,હાજર હતા તેમ સાવરકુંડલા પાલિકા કચેરીની યાદીમાં જણાવાયું છે