અમરેલીનાં તરક તળાવમાં વાડીએ પાણી ભરવા જતા છ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાધો

અમરેલીનાં તરક તળાવમાં વાડીએ પાણી ભરવા જતા છ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાધો

અમરેલી,
અમરેલી પંથકમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવીઓને મોતને ઘાટ ઉતારવાના બનાવો સતત વધી રહયા છે તેમાં વધ્ાુ એક ઉમેરો થયો છે અમરેલી નજીકનાં તરક તળાવ ગામે આજે સાંજે 4.30 વાગ્યે પરપ્રાંતીય શ્રમિકના વાડીમાં પાણી ભરવા ગયેલા 6 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી જવા પામ્યો છે આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે તરક તળાવનાં રમણીકભાઇ પોપટભાઇ દેવાણીની વાડીમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક જગલીયા મંડલોઇના છ વર્ષનો પુત્ર અમીત વાડીમાં પાણી ભરવાજતો હતો ત્યારે ત્યાં આવી ચડેલ દિપડાએ આ બાળકને ગરદનેથી પકડી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવની જાણ થતા તાત્કાલીક વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ગાડીઓ ત્યાં દોડી ગઇ છે અને માનવભક્ષી દિપડાને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે રાત્રે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઘટનાને કારણે તરક તળાવ અને આસપાસના ગામોમાં ફફડાટ ફેલાયો