મારી નાખવાના ઈરાદે વાહનથી જીવલેણ હુમલો તથા એટ્રોસીટીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

અમરેલી,

આ કામના આરોપી મહિપતભાઈ અનકભાઈ વાળાએ નાની ગરમલી તા, ધારીમાં આ કામના ફરિયાદી પોતાનું હોન્ડા બાઈક ચલાવી નાની ગરમલી ગામેથી કણેર ગામે જતા હતા. ત્યારે આરોપીએ ફરિયાદી સાથે અગાઉ થયેલ બોલાચાલીનો બદલો લેવા પોતાની સ્વીફટ ગાડી ઈરાદાપુર્વક ફરિયાદીને મારી નાખવાના ઈરાદાથી પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરી તેને ખાળીયામાં ઉતારી દીધ્ોલ. જેથી ફરિયાદીને બંને પગમાં અને હાથે કોણીના ભાગે તથા પડખામા જમણી બાજુ અને માથાના ભાગે કપાળ ઉપર ટાકા લાવી કપાળના ભાગે ફેકચર કરી ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ કરી ફરિયાદી અનુજાતિના હોવાનું જાણતા હોય અને ભુતકાળના મનદુખના કારણે તેનો બદલો લેવા ઈરાદાપુર્વક મારી નાખવાના ઈરાદે જીવલેણ ઈજા કરી નાસી જઈ ગુનો કર્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ થતા તપાસના અંતે આરોપી વિરુધ્ધ ચાર્જશીટ દાખકરવામાંઆવેલ.ચાર્જશીટ થયા પછી ધારીના એડીશનલ સેશન્સ જજ એમ.એન. શેખ સમક્ષ કેસ ચલાવવામાં આવેલ. ફરિયાદપક્ષ તરફથી પોતાનો કેસ સાબિત કરવા માટે લેખિત તથા ઘણા મૌખિક પુરાવાઓ રજુ કરવામાં આવેલ.તેમ છતા ફરિયાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમા આરોપીઓ તરફે અમરેલીના સિનિયર એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી તથા વી.કે. વાળા અને યુ.એચ. દેવાયતકા તથા એ.એમ. વાળા રોકાયા હતા.એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી તથા વી.કે. વાળાની ધારદાર દલીલોને ધ્યાને લઈ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ એડીશનલ સેશન્સ જજ એમ.એન. શેખ દ્વારા કરવામાં આવેલ.