નિર્લિપ્ત રાયની ટીમે દુનિયાભરના દેશો સાથે કબુતરબાજી કરનાર પ્રિયાંશુને દોઢ કીલો સોના સાથે પકડયો

અમેરીકા જવા માંગતા લોકોને બનાવટી પાસપોર્ટ અને વિઝા દ્વારા અમેરીકા મોકલી કબુતરબાજી કરનાર ગેંગનો પર્દાફાસ થયા બાદ તેની તપાસ શ્રી નિર્લિપ્ત રાયના સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી જેમા કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળી ગેરકાયદેસર અમેરીકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈ ખાતેથી બનાવી દિલ્હી અને મુંબઈના એજન્ટો મારફતે યુરોપ દેશના વિઝા મેળવી આપવાનું તથા ગ્રાહકોને અમદાવાદ થી દિલ્હી અને દિલ્હી થી યુરોપના કોઈપણ દેશમાં અને ત્યાંથી મેક્સીકો થઈ ગેરકાયદેસર અમેરીકા મોકલનાર વોન્ટેડ આરોપી પ્રિયાંશુ જ્ઞાનપ્રસાદ મહેતા, હાલ રહે.2403, બી-1, રોમેલ ઈથર, ઉમિયા માતા મંદિર પાસે. વિશ્વેશ્વરા રોડ, ગોરેગાંવ ઈસ્ટ, મુંબઈ, મુળ રહે.પર્જ એવન્યુ, સી.એન.આઈ. ચર્ચની બાજુમાં, સીઓન નગર, મણીનગર, અમદાવાદ જે છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હોય તેને નવી મુંબઈ ખાતે તુર્ભે વિસ્તારમાં આવેલ યોગી હોટલમાં રોકાયેલ હોવાની મળેલ ચોક્ક્સ બાતમી આધારે પકડી પાડી. તા.06/01/2024ના કલાક 20/30 વાગે ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરી, નામદાર કોર્ટમાં રજુ કરતાં, નામદાર કોર્ટ દ્રારા તા.10/01/2024ના કલાક 15/00 સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.ઉપરોક્ત આરોપી પાસેથી દોઢ કિલો સોનુ આશરે કિં.રૂ.93,00,000/-. રોકડા રૂપિયા 15,000/-. મોબાઈલ ફોન નંગ-04, કિં.રૂ.25,000/- તથા દસ્તાવેજો વિગેરે મળી કુલ રૂપિયા 93,40.000/- નો મુદ્દામાલ કબ્જે કરી, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનામાં આજદિન સુધી કુલ-07 આરોપીઓને અટક કરવામાં આવેલ છે જે પૈકી 05 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ થઈ ગયેલ છે અને પકડાયેલ તમામ આરોપીઓ હાલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. ઉપરોક્ત ગુનામાં વધુ પુરાવા મેળવવા તપાસ ચાલુ છે.શ્રી વિકાસ સહાય 195, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય,ગાંધીનગર તથા શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ 195, અધિક પોલીસ મહાનિદેશક, સ્ટેટ મોનીટરીંગ સેલની સુચના આધારે શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા શ્રી કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ તપાસ ચલાવી રહી છે.